Posted by: aektinka | ફેબ્રુવારી 23, 2008

શ્વાસની સાથે_ બિસ્મિલ મન્સૂરી

શ્વાસની સાથે

sitara.jpg

chhalkaijavunbismil.jpg

Advertisements
Posted by: aektinka | ફેબ્રુવારી 21, 2008

કંટક ડાળ પર_ આદિલ મન્સૂરી

taras.jpg 

કંટક ડાળ પર

ઘર બધા ડૂબી ચૂક્યા’તા ઊંઘમાં.
કૂતરા સૂની સડક તાણી ગયા.

બંધ કિલ્લાની દીવાલે કાગ આ,
સૂર્યના ગળફાની ઝીલે ચાંચમાં.

ચોતરફ ચકરાય શંકાશીલ નજર,
આયના ઘરમાં બધા અળખામણાં.

મારા હોઠોની તરસ ડોકાય છે,
જલપરીની આંખનાં ઊંડાણમાં.

સૂર્ય ઉગ્યો તોયે કંટક ડાળ પર,
રાતના લટકી રહ્યાં છે ચીથરાં.

(સતત- 52)

Posted by: aektinka | ફેબ્રુવારી 20, 2008

પાથરી જુઓ__ આદિલ મન્સૂરી

ajvarun.jpg 

પાથરી જુઓ__ આદિલ મન્સૂરી

pathrib.jpg
Posted by: aektinka | ફેબ્રુવારી 20, 2008

ઊંઘણશી સૂરજના કાને__ આદિલ મન્સૂરી

ઊંઘણશી સૂરજના કાને

florida.jpg
patb.jpg 

Posted by: aektinka | ફેબ્રુવારી 15, 2008

આહ રૂસ્વા મઝલૂમી_ આદિલ મન્સુરી

ફેબ્રુઆરી 14,2008 નારોજ જનાબ રૂસ્વા મઝલૂમીની ચિર વિદાય પર તાઝિયતી પૂષ્પ.

 

rusvamazlumi.jpg
Posted by: aektinka | ફેબ્રુવારી 15, 2008

જોયા કરેછે_ ઝફર ઈકબાલ(ઉર્દૂ કવિ)

aam.jpg 

જોયા કરેછે_ ઝફર ઈકબાલ(ઉર્દૂ કવિ)

ગુજરાતી રદીફ વાળી ઉર્દૂ ગઝલ,એક નવીનતમ પ્રયોગ.

 

બહુત ખાસ હૈ આમ જોયા કરે છે.
જો મેરે દરો બામ જોયા કરે છે.

યે દિલ કોઇ પોપટ હૈ શાખે તલબ પર,
જો પકતા હુવા આમ જોયા કરે છે.

લગાતા હૈ બોતલસે હી મુંહ યહાં પર,
 કહાં કોઇ અબ જામ જોયા કરેછે.

હૈ કરના કરાના કહાં ઉસકે બસમે,
જો આગાઝો અંજામ જોયા કરે છે.

મેં ઉસકી અસીરીમેં આતાહું કિસ દિન.
બિછા કર કોઇ દામ જોયા કરે છે.

ઉસે ઔર કુછ દેખના હી નહીં હૈ,
અગર વો યે કોહરામ જોયા કરે છે.

જિસે આબે ઈકરારમેં કુદના હો,
વો તોહમત ન ઈલ્ઝમ જોયા કરે છે.

મેરી રાતકીભી ખબર લે કભી જો,
મેરી શુબ્હ ઔર શામ જોયા કરે છે.

ઝફર પર ઔર કોઇ શક ભી ન કરતા,
કે મઝદૂર હૈ કામ જોયા કરે છે.

Posted by: aektinka | ફેબ્રુવારી 15, 2008

પોપટ ઉડી ગયો_ઝફર ઈકબાલ(ઉર્દૂ કવિ)

popat.jpg 

પોપટ ઉડી ગયો_ઝફર ઈકબાલ(ઉર્દૂ કવિ)

ગુજરાતી રદીફ વાળી ઉર્દૂ ગઝલ,એક નવીનતમ પ્રયોગ.

અકસર પોપટ ઉડી ગયો.
હર હર પોપટ ઉડી ગયો.

લહૂ જબ પી ગયા મચ્છર,
મચ્છર પોપટ ઉડી ગયો.

અંદર ટેં ટેં રહતી હૈ,
બાહર પોપટ ઉડી ગયો.

ઘણા તમાશા કરતા થા,
બંદર પોપટ ઉડી ગયો.

કોઇ ન માનેગા લેકિન,
પત્થર પોપટ ઉડી ગયો.

આંખે ખાલી રેહ ગઈ હૈ,
મંઝર પોપટ ઉડી ગયો.

પોપટિયોં કે તઆકુબ માં,
લોફર પોપટ ઉડી ગયો.

ખુદ હી કરતેં હૈ સબ કુછ,
નોકર પોપટ ઉડી ગયો.

તગડા હી બાકી હૈ ઝફર,
લાગર પોપટ ઉડી ગયો.

મંઝર=દ્રશ્ય
તઆકુબ=પીછો
લાગર=કમજોર

Posted by: aektinka | ફેબ્રુવારી 12, 2008

સલામ_ આદિલમન્સૂરી

અરબી કલીગ્રાફી _ આદિલ મન્સૂરી.એ ઈસ્લામનો પ્રથમ કલિમો છે.

(લાઈલાહ ઇલ્લલ્લાહ મોહમ્મદુર્રસુલુલ્લાહ_અર્થાત: આલ્લાહના સિવાય કોઇ પૂજવાને લાયક નથી ,અને મોહમ્મદ(સલ.)અલ્લહના રસુલ(પયગંબર-નબી) છે.

salama2.jpg

salamb.jpg
salamc.jpg

Posted by: aektinka | ફેબ્રુવારી 11, 2008

ગુલની ગઝલની ખુશ્બૂ_ આદિલ મન્સૂરી

gazhalegula.jpggazhalegulb.jpg
  gazhalegulc.jpg  

ગુલ=બ્રિટન(બાટલી)ના સુપ્રસિધ્ધ ગુજરાતી કવિ, પરિચય માટે નીચેના પર કલીક કરવ વિનંતી.

http://bazmewafa.wordpress.com/2007/08/02/ahmedgool_wafa/

Posted by: aektinka | ફેબ્રુવારી 11, 2008

નજીક છે_ઝફર ઈકબાલ

najikb.jpg
najeekchhhe.jpg
Posted by: aektinka | ફેબ્રુવારી 10, 2008

જોયા કરું_બિસ્મીલ મન્સૂરી

 tasnim1.jpg
 joyakarun-bismilmansuri.jpg
Posted by: aektinka | ફેબ્રુવારી 9, 2008

પથ્થર આવશે_ આદિલ મન્સૂરી

papan.jpg 

પથ્થર આવશે_ આદિલ મન્સૂરી

 

કર્મ શું પાછા અનુત્તર આવશે?
ઈંટના બદલામાં પથ્થર આવશે.

હા ઊજવવાનો સમય પણ નહીં રહે,
રોજ એવા એવા અવસર આવશે.

મરવાની ઈચ્છા થશે દરરોજ પણ,
મૃત્યુ તો બિલકુલ સમયસર આવશે.

દાંત શું ? સૌ જન્મ ખાટા થઇ જશે,
સ્વાદ હા એવો ખરેખર આવશે.

માર્ગ લઇ આવ્યો સ્માશાને છેવટે,
તારા મનમાં એમ કે ઘર આવશે.

ઉંબરાની બહાર પગ મૂકી જુઓ,
પગમાં પડછાયાની ઠોકર આવશે.

ઘેરથી બખ્તર પહેરી નીકળો,
ચારે બાજુએથી ખંજર આવશે.

એવી એકલતાની મળશે કોટડી,
પડછાયો સુધ્ધાં ન અંદર આવશે.

બેઉ કાંઠે વહેશે પાંપણની નદી,
ધોધ થઇ આંસુ નિરંતર આવશે.

લાગશે સારા શનિ રાહુ તને,
ગૃહ દશામાં એવા નડતર આવશે.

દોસ્તોની હરકતો જાણ્યા પછી,
દુશ્મનો માટેય આદર આવશે.

જેને જોવાનું છે સપનું આંખમાં.
આંખ મીંચાશે ને હાજર આવશે.

એક જરા આ રણ વટાવી લો તમે,
ને પછી આગળ સરોવર આવશે.

એક બીજાને કહે સૌ કીડીઓ,
ભાગો કે રાજાનું લશ્કર આવેશે.

વૃતિઓ પણ જેના કાબુમાં રહે,
કોઇ શું એવો સિકંદર આવશે.

આ ગઝલની ઠાંસ છોડી દો હવે,
તારાથી સારા સુખન વર આવશે.

(ગઝલના આયનાઘરમાં_ 120)

Posted by: aektinka | ફેબ્રુવારી 8, 2008

બહુ દૂર છે_ઝફર ઈકબાલ

samandar3.jpg 

બહુ દૂર છે_ઝફર ઈકબાલ

 

(સુપ્રસિધ્ધ ઉર્દૂ કવિ ઝફર ઈકબાલનો ઉર્દૂ ગઝલમાં ગુજારાતી રદીફોનો _નવીનતમ પ્રયોગ)

 

સમંદર કિનારા બહુ દૂર છે.
ઔર ઉસ્કા ઈશારા બહુ દૂર છે.

હમારા મુકદ્દર જો ચમકા નહીં,
હમારા સિતારા બહુ દૂર છે.

યહંસે તો પૈદલ હી અબ જાયેંગેં,
કે ઉસને ઉતારા બહુ દૂર છે .

અભી ડૂબ મરના ભી મુમકિન નહીં,
મહોબ્બતકા ધાર બહુ દૂર છે.

બહુત મુંતઝિર હૈ મેરે ખારો ખસ,
તુમ્હાર શરારા બહુ દૂર છે.

હૈ દીદાર દર્શન,ન બોસા ન બાત,
વો સારેકા સારા બહુ દૂર છે.

કુછ ઈતના સફર હમસે હોતા નહીં,
કે ઘરહી તુમ્હારા બહુ દૂર છે .

ખબર કૌન લેતા કે ઉસને મુઝે,
જહાં લાકે માર બહુ દૂર છે .

જો પહેલે ભી થા દૂર હમસે ઝફર,
વોહી અબ દોબારા બહુ દૂર છે.

વધુ વિગત અને રચના માણવા નીચેના URL પર કલીક કરવા વિનંતી.

https://aektinka.wordpress.com/2008/02/06/gujaratiradifurdugazhal_-adilmansuri/

http://bazmewafa.wordpress.com/2008/02/07/thaipragat_zafariqbal/

zafariqbalpic6.jpg

ઉર્દૂ_ગુજરાતી ગઝલકારોનો વિશિષ્ટ પ્રયોગ. ગુજરાતી રદીફોવાળી ઉર્દૂ ગઝલો.

સમકાલીન સમર્થ(ઉર્દૂ) ગઝલકાર …, ઝફર ઈકબાલ

બાહર ગલીમેં ચલતે હુવે લોગ થમ ગયે,
તન્હાઈયોંકા શોરથા ખાલી મકાનમેં.

                                         _  ઝફર ઈકબાલ

ઝફર ઈકબાલના આ અને આવા અનેક શેરોથી ઉર્દૂ ગઝલ વિશ્વ સુપરિચિત છે.કવિના 27 ગઝલ સંગ્રહો તથા 4 ગઝલ સંચયો ઉર્દૂ ગઝલ ક્ષેત્રે ધૂમ મચાવી મૂકયા છે. લગભગ ચાર દાયકાથીયે વધુની તેમની સાથેની મૈત્રીના બળે તેમને વાત કરી કે ‘આપ વર્ષોથીપંજાબી,પૂશ્તો,બલોચી,સિંધી,હિંદી,સંસ્કૃત શબ્દાવલીનો આપની ઉર્દૂ ગઝલોમાં છૂટથી પ્રયોગ કરી રહ્યા છો,તો મારી માતૃભાષા ગુજરાતીનો શું વાંક છે કે ,આપે તે તરફ ધ્યાન આપ્યું નથી.બે પાંચ ગઝલો ગુજરાતી રદીફો સાથે ન લખી આપો?’

અને કવિએ શિઘ્ર ઉત્સાહભેર ઉત્તર વાળ્યો;’ બે પાંચ શું આખો સંગ્રહ લખી આપું’

પરિણામ રૂપે કવિએ જોત જોતામાં 121 ગઝલોનો આખો સંગ્રહ ગુજરાતી રદીફો સાથે લખી આપ્યો.

ઉર્દૂ અને ગુજરાતી ગઝલ ક્ષેત્રે આજ સુધી અસંખ્ય સમર્થ ગઝલ કારોએ એક એક થી ચઢિયાતી ગઝલની હારમાળા સર્જી છે.અસંખ્ય પ્રયોગો દ્વારા ગઝલના સ્વરૂપની સીમાઓ સતત વિસ્તારી છે.ઝફર ઈકબાલની આ ગઝલો દ્વારા એક નવતર સીમાચિન્હ ઉમેરાય છે.બન્ને ભાષાઓ, તેના ગઝલકારો વચ્ચે એક વિશિષ્ટ સેતુ રચાય છે. ભાષા અને કવિતાની સીમાઓ વિસ્તરી રહી છે.

( ટૂંક સમયમાં ઝફર ઈકબાલની આ 121 ગઝલો પુસ્તકાકારે ‘તરકીબ’ ના નામે ઉપ્લબ્ધ બની રહેશે. )

_ આદિલ મન્સૂરી

તો માણો હવે એ વિશિષ્ટ પ્રયોગ ગુજરાતી રદીફ વાળી જ.ઝફર ઈકબાલ ની એક ગઝલ

aag2.jpg 

 

તમારા ગયા પછી _ ઝફર ઈકબાલ

 

દેતા રહા દુહાઈ તમારા ગયા પછી.
ઔર મૌતભી ન આઈ તમારા ગયા પછી.

ઇક બેતુકીસી ખવાહિશેં ખર મસ્તીએ અજબ,
મુઝમે ફિર આ સમાઈ તમારા ગયા પછી.

તુમ ઘર નહીં ગયે જો તુમ્હે ઢૂંઢતા હુઆ,
આયા તુમહારા ભાઈ તમારા ગયા પછી.

તુમસે વસુલની હૈ મા સુદ એક દિન,
કર્ઝેકી પાઈ પાઈ તમારા ગયા પછી.

હોતાહૈ ઐસે કામકા અંજામભી યુંહી,
તોહમત ગઝબ ઉઠાઈ તમારા ગયા પછી.

તલછત તુમહારે વસ્લકી રખ્ખી હૈ સેંત કર,
હમને બચી બચાઈ તમારા ગયા પછી.

દર્દે દિલો જિગરમેં કમી હી નહીં હુઈ,
ખાઈ તો થી દવાઈ તમારા ગયા પછી.

સર્દીકા ઝોર તૂટ ચુકાથા કહીં કહીં,
કુછ ગર્મથી રઝાઈ તમારા ગયા પછી.

દિલસે બુઝાઈથી જો ઝફરને કીસી તરહ,
વો આગ ફિર લગાઈ તમારા ગયા પછી.

મઆ સુદ= વ્યાજ સાથે વસ્લ= મિલન

Posted by: aektinka | ફેબ્રુવારી 4, 2008

રાતની કાળી ડાળ પર_ આદિલ મન્સૂરી

chandb.jpg 

રાતની કાળી ડાળ પર

 

રાતની કાળી ડાળ પર ખીલ્યું
ચાંદનું ધોળું ફૂલ,
સ્વાસની સાથે ડોલી ઉઠે
વાદળ રેશમ ઝૂલ,
સાગર તીરે ટુંટિયું વાળી
સૂતી પીળી રેત
રેતના કણેકણમાં જાગે
કાળાં સૂરજ પ્રેત
જલપરીના સ્તનો વચ્ચે
બેસે ડોલે સાપ,
હાંફ ચડેલા દેહે જામ્યો
થાકનો મેલો કાંપ,
દેહના માંસલ આભથી ખરે
તારા વારંવાર,
કામનાના મેદાનમા ઘૂમે
કાળા ઘોડે સ્વાર.(સતત_90)

Posted by: aektinka | ફેબ્રુવારી 3, 2008

જેના સહારે_ આદિલ મન્સૂરી

baridivalbarnu.jpg
 junughar.jpg
adhurapanuhatun_adil.jpg
Posted by: aektinka | ફેબ્રુવારી 1, 2008

પડછાયા_ આદિલ મન્સૂરી

padchhayob.jpg

ઉઘાડો ગહેરી ગુફાઓના દ્વાર પડછાયા

padchhayo.jpg
Posted by: aektinka | ફેબ્રુવારી 1, 2008

ગામ જો- આદિલ મન્સૂરી

gaam.jpg

joadil.jpg
Posted by: aektinka | જાન્યુઆરી 31, 2008

પડઘા શમી ગયા_ આદિલ મન્સૂરી

padgha1.jpg 

પડઘા શમી ગયા

સૂરજમાં અંધકારના પડઘા શમી ગયા.
ને રાતમાં સવારના પડઘા શમી ગયા.

હેલી સવારે બાગમાં પહેલા કિરણની સાથ,
ફૂલો મહીં તૃષારનાં પડઘા શમી ગયા.

પડછાયો સ્હેજ સ્મિત કરીને સરી ગયો,
ને ઓરડે જનારના પડઘા શમી ગયા.

શાહી બની ઢળી ગયું મનનું ઉદાસ મૌન,
ને શબ્દમાં વિચારના પડઘા શમી ગયા.

લ્યો છેલ્લી પાંદડી યે હવે તો ખરી ગઈ,
ને બાગમાં બહારના પડઘા શમી ગયા.

પંહોચાડી આવ્યા દોસ્તો એને કબર સૂધી,
આજે બધા પ્રકારના પડઘા શમી ગયા.

‘આદિલ’ આ વિરહ રાત્તો પૂરી થઈ ગઈ,
આંખોમાં ઈંતેઝારના પડઘા શમી ગયા.

(સતત _ 45)

Posted by: aektinka | જાન્યુઆરી 26, 2008

ગઝલમાં આવે- આદિલ મન્સૂરી

kaba1.jpg 

mina.jpg

જોઇ કાળો ગિલાફ કાબાનો,
શ્વેત એહરામ ગઝલમાં આવે.

ગઝલમાં આવે

સુબહ ને શામ ગઝલમાં આવે.
કોઇનું નામ ગઝલમાં આવે.

શબ્દ બદનામ ગઝલમાં આવે.
 પણ બહુ કામ ગઝલમાં આવે.

તારા ચહેરા ઉપરથી ઝુલ્ફ હટે,
એનો અંજામ ગઝલમાં આવે.

આંખ કે હોઠ કળી કે ગૂલ,
સૌ સરંજામ ગઝલમાં આવે.

સર્વ શબ્દોથી તારું નામ બને,
એવું પરિણામ ગઝલમાં આવે.

મૌનમાં જો મળી શકાતું હો,
કોઇ શું કામ ગઝલમાં આવે.

શેખ આદમ મરીઝ સૈફ ગની,
શૂન્ય બેફમ ગઝલમાં આવે.

ચાલવાનો જો થાક લાગે તો,
ટ્રેન ને ટ્રામ ગઝલમાં આવે.

ભૂલ કે ચૂક થાય જે થાય તારી,
એનો ઇલ્ઝામ ગઝલમાં આવે.

ભેદ ને દંદ તો પછી પહેલાં,
શામ ને દામ ગઝલમાં આવે.

મૌન વનવાસ થઇ ગયો પૂરો,
ને હવે રામ ગઝલમાં આવે.

રાત ભર જાગતી રહે રાધા,
કોઇ ઘનશ્યામ ગઝલમાં આવે.

જોઇ કાળો ગિલાફ કાબાનો,
શ્વેત એહરામ ગઝલમાં આવે.

કાવ્ય યાત્રાના અંત આરંભ
બત્રીસે ધામ ગઝલમાં આવે.

ચારે બાજુ આ રઝળતી ભાષા,
થઇ ઠરીઠામ ગઝલમાં આવે.

લાખ પરદાઓમાં રહે તો પણ,
એ ખુલ્લેઆમ ગઝલમાં આવે.

હોઠ તરસ્યા રહી ગયા ‘આદિલ’
કયાં હવે જામ ગઝલમાં આવે.

(24 જુલાઈ,1996,ન્યુયોર્ક.’ગઝલના આયના ઘરમાં’)

« Newer Posts - Older Posts »

શ્રેણીઓ