ગુલાબ માંગે છે.
દિલ છે ખાના ખરાબ માંગે છે.
પાનખરમાં ગુલાબ માંગે છે.
હોઠ પર હોય છે રટણ તારું
આંખ તારાજ ખ્વાબ માંગે છે.
આમ ખામોશ ક્યાં સુધી રહેશો,
આખી દુનિયા જવાબ માંગે છે.
શેખ સાહિબને શું થયું આજે,
આચમનમાં શરાબ માંગે છે.
મીણ થઈ ઓગળે છે જંજીરો,
ને સમય ઇંન્કિલાબ માંગે છે.
યાતના જીવવાની કયાં કમ છે,
કે તું એનો હિસાબ માંગે છે.
__આદિલ મન્સૂરી
(‘મળે ન મળે’_ 146)
gazal
By: rajesh on એપ્રિલ 24, 2008
at 9:26 એ એમ (am)
I Like Shyries. All
By: Ankit on એપ્રિલ 30, 2008
at 10:07 એ એમ (am)
યાતના જીવવાની કયાં કમ છે,
કે તું એનો હિસાબ માંગે છે.
waah …. kya khoob kahi !! ..
khub j sundar gazal ..
By: કુણાલ on જુલાઇ 3, 2008
at 9:16 એ એમ (am)
મીણ થઈ ઓગળે છે જંજીરો,
ને સમય ઇંન્કિલાબ માંગે છે.
વાહ ! લાજવાબ !
http://www.aasvad.wordpress.com
By: પ્રવિણ શાહ on ઓગસ્ટ 4, 2008
at 6:19 એ એમ (am)
fakat dil ni safai mange chhe,
prem kya panditai mange chhe.
barabar ne adil saheb.
By: mayur joshi on સપ્ટેમ્બર 9, 2008
at 8:11 પી એમ(pm)
this is d good creation 4 gujarati and its very usefuk people who is interested in literature
By: mukesh on જાન્યુઆરી 7, 2010
at 10:53 એ એમ (am)
khub j sunder apni kavitao amj kavynir vahavta raho
By: shanti on માર્ચ 13, 2010
at 2:10 પી એમ(pm)