Posted by: aektinka | જાન્યુઆરી 26, 2008

ગઝલમાં આવે- આદિલ મન્સૂરી

kaba1.jpg 

mina.jpg

જોઇ કાળો ગિલાફ કાબાનો,
શ્વેત એહરામ ગઝલમાં આવે.

ગઝલમાં આવે

સુબહ ને શામ ગઝલમાં આવે.
કોઇનું નામ ગઝલમાં આવે.

શબ્દ બદનામ ગઝલમાં આવે.
 પણ બહુ કામ ગઝલમાં આવે.

તારા ચહેરા ઉપરથી ઝુલ્ફ હટે,
એનો અંજામ ગઝલમાં આવે.

આંખ કે હોઠ કળી કે ગૂલ,
સૌ સરંજામ ગઝલમાં આવે.

સર્વ શબ્દોથી તારું નામ બને,
એવું પરિણામ ગઝલમાં આવે.

મૌનમાં જો મળી શકાતું હો,
કોઇ શું કામ ગઝલમાં આવે.

શેખ આદમ મરીઝ સૈફ ગની,
શૂન્ય બેફમ ગઝલમાં આવે.

ચાલવાનો જો થાક લાગે તો,
ટ્રેન ને ટ્રામ ગઝલમાં આવે.

ભૂલ કે ચૂક થાય જે થાય તારી,
એનો ઇલ્ઝામ ગઝલમાં આવે.

ભેદ ને દંદ તો પછી પહેલાં,
શામ ને દામ ગઝલમાં આવે.

મૌન વનવાસ થઇ ગયો પૂરો,
ને હવે રામ ગઝલમાં આવે.

રાત ભર જાગતી રહે રાધા,
કોઇ ઘનશ્યામ ગઝલમાં આવે.

જોઇ કાળો ગિલાફ કાબાનો,
શ્વેત એહરામ ગઝલમાં આવે.

કાવ્ય યાત્રાના અંત આરંભ
બત્રીસે ધામ ગઝલમાં આવે.

ચારે બાજુ આ રઝળતી ભાષા,
થઇ ઠરીઠામ ગઝલમાં આવે.

લાખ પરદાઓમાં રહે તો પણ,
એ ખુલ્લેઆમ ગઝલમાં આવે.

હોઠ તરસ્યા રહી ગયા ‘આદિલ’
કયાં હવે જામ ગઝલમાં આવે.

(24 જુલાઈ,1996,ન્યુયોર્ક.’ગઝલના આયના ઘરમાં’)

Advertisements

Responses

  1. ચાલવાનો જો થાક લાગે તો,
    ટ્રેન ને ટ્રામ ગઝલમાં આવે.

    આવું બીજા કોઈએ લખ્યું હોત તો બિચારાનું આવી બન્યું હોત.
    સુરા અને જામની જગા ટ્રેન અને ટ્રામ,ટેક્સી અને રીક્ષા
    હવે પછી લઈ લે તો કહેવાય નહીં.
    બાકી આદિલ સાહેબની રચના માટે કહેવાપણું શું હોય?
    ના જ હોય.

  2. તન મનના બધા વિશયો
    લોકો આજે ગઝલમાં ગાયે.
    પણ ભૂલાતા ભાશાના છંદો
    કેમ ક્દી ન ગઝલમાં આવે ?


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: