Posted by: aektinka | જાન્યુઆરી 22, 2008

ઈચ્છાઓનું જંગલ_ આદિલ મન્સૂરી

jung1.jpg 

ઈચ્છાઓનું જંગલ

અરે આ મારી ઈચ્છાઓનું જંગલ.
અધૂરા ભગ્ન સપનાંઓનું જંગલ.

સવારે સૂર્યની સાથે ઉઘડતું
ઘટા ઘનઘોર ઘટનાઓનું જંગલ.

કોઈ આગળ જવા રસ્તો ન આપે,
બધી આંખોમાં શંકાઓનું જંગલ.

બધી બાજુથી સંકોચાતી દ્રષ્ટિ,
પ્રસરતું મનમાં ભ્રમણાઓનું જંગલ.

બધાયે નાદ ઊંડાણોમાં ડૂબે,
અને હું વીણું પડઘાઓનું જંગલ.

દિશા મંઝિલની ખોવાઈ ગઈ છે,
પ્રસરતું જાય રસ્તાઓનું જંગલ.

જરા પાછું વળી જોઇ લો આદિલ,
પગે પગ ઊગે પગલાઓનું જંગલ.

Advertisements

Responses

  1. Enjoyed the gazal: desire of jungle.

    જરા પાછું વળી જોઇ લો આદિલ,
    પગે પગ ઊગે પગલાઓનું જંગલ.

    Indeed, we walk pass and everything out of control….. recovering, growing.

  2. vah! bahu saras..


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: