Posted by: aektinka | જાન્યુઆરી 21, 2008

ફૂટી ગયા શું _ આદિલ મન્સૂરી

straw2.jpg 

ફૂટી ગય શું

તણખલા શબ્દનાં તૂટી ગયા શું.
ને પરપોટા બધા ફૂટી ગયા શું

હવે માથે કોઈ મીંડું ન મળતું,
અનુસ્વરો બધા ખૂટી ગયા શું.

અરે આ સૂર્યનું તૂટેલ પૈંડું,
અને અશ્વો બધા છૂટી ગયા શું.

ચહેરા કોઇ દર્પણમાં ન ફરકે,
પ્રતિબિંબો બધાં ફૂટી ગયા શું.

હૃદય વેરાન ઉજ્જડ પાટનગરી,
કે ઈચ્છાના દળો લૂંટી ગયા શું.

રદીફ આધાર શોધે શૂન્યતામાં
ખરે ખર કાફિયા ખૂટી ગયા શું.

ગઝલ ટાપૂનું આ એકાંત આદિલ,
બધાયે સેતુઓ તૂટી ગયા શું.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: