Posted by: aektinka | March 4, 2008

બરફના ડુંગરા ખડકતો _ આદિલ મન્સૂરી

બરફના ડુંગરા ખડકતો

barafb.jpg

બરફના ડુંગરા ખડકતો
આ ઝંઝાવાત કયારે અટકશે
કોને ખબર
મેન હટ્ટન ગાર્મેંટ ડિસ્ટ્રિકની
સાઇડ વૉક પરઆખી દુનિયાનાં
કપડાં સીવતાં સીવતાં
 કાળમીંઢ સમયના હાથે
પથ્થર થઇ ગયેલો દરજી
તેની કટાય ગએલી સોયથી
પહેરણ સીવી આપે
તેની રાહ જોતો
આ ઉઘાડ દેહી હબસી
પોતાના ઘેર પહોંચવાનો
રસ્તોજ ભૂલીલી ગયો છે.
___આદિલ મન્સૂરી

(મળે ન મળે_ 320)


Leave a response

Your response:

Categories