Posted by: aektinka | February 29, 2008

ખંડેર જેવું લાગે છે_આદિલ મન્સૂરી

ખંડેર જેવું લાગે છે_આદિલ મન્સૂરી

khander.jpg

લઈ જાય છે સુગંધ હવા એ વિચારથી.
ફૂલો દબાઈ જાયના ખૂશ્બોના ભારથી.

એની સતત નજર અને મારા હૃદય ઉપર?
કિરણોની દોસ્તી અને એ પણ તૃષારથી?

એને ખબર શું આપના ઝુલ્ફોની છાંયની ,
શોધી રહ્યો છે રાતને સૂરજ સવારથી.

થોડો વિચાર મારા વિષે પણ કરી લઉં,
ફુરસદ મને મળે જો તમાર વિચારથી.

સુખનાય આટલા જ પ્રકારો જો હોય તો,
મનમાં વિચાર આવે છે ,દુ:ખના પ્રકારથી.

અંદર જુઓ તો સ્વર્ગંનો આભાસ થાય પણ,
ખડેર જેવું લાગે છે ‘આદિલ’ બહારથી.

Leave a response

Your response:

Categories