Posted by: aektinka | February 23, 2008

અપંગ અંધકારમાં _ આદિલ મન્સૂરી

અપંગ અંધકારમાં

apngandgkarim.jpg

અપંગ અંધકાર આ

પડી રહ્યો છે જડ બની અહીં તહીં,

ઊંડે ઊંડે શ્વસી રહ્યું છે રકત નું પશુ,

ને યૌન મૌન આરપાર

તપ્તરેત; તપ્તરેત; તપ્તરેત,

સૂર્ય_ અસ્થિ શ્વાન ચાટતો ફરે,

સમય શિશુની આંગળી

 હજીયે કુંભમાં તરે,

બરફ બની ઠરી ગઇ છે જે પર્વતોની ટોચ પર,

આ કોની લાગણી હતી ?

હવા બનીને કોણ આ પ્રવેશતું,?

આ કોણ બ્હાર નીકળે ?

રહસ્યના પ્રવાહમાં તણાઉં છું,

અને મને ગતિના બંધનો નડે

કોઇ તો અન્ધકારમાં

ધબાક દઇ કૂદી પડે

અપંગ અંધ્કારમાં.


Leave a response

Your response:

Categories