ફેબ્રુઆરી 14,2008 નારોજ જનાબ રૂસ્વા મઝલૂમીની ચિર વિદાય પર તાઝિયતી પૂષ્પ.

Categories:

Categories:
કીસીકી હૈ મજાલ કિ એક હર્ફ ભી લિખે યહાં,
હૈ શાહે હુનર,શાહે સુખન,શાહે ગઝલ કી બાત.
By: Wafa on February 16, 2008
at 4:01 am
જનાબ રુસવા સાહેબની ચીરવિદાયથી ગુજરાતી ગઝલ /કવિતા ફરી એકવાર રાંક બની
રાજકોટનો છું એટલે કાવ્યબેઠકોમાં ઘણીવાર રુસવા સાહેબનું સાનિધ્ય સાંપડ્યું છે.
પિતાતુલ્યભાવથી એમણે,મારા જેવા અનેક ગઝલકારોને પ્રોત્સાહિત કર્યા છે
આજે,આપણી વચ્ચેથી એમણે સ્થુળદેહે વિદાય લીધી ગણાશે-પણ
ગુજરાતી, ઉર્દુ, ભાષાવિદોમાં એમણે અંકિત કરેલો એક એક શબ્દ આપણને અહર્નિશ્ આશીર્વાદ અને માર્ગદર્શન પ્રદાન કરતો રહેશે.
સલામ છે, એ મોટા ગજાના માણસને અને સલામ છે, એ મજાના માણસને!!
ઈશ્વર,સદગતના આત્માને પરમ શાંતિ બક્ષે-એવી પ્રાર્થના કરીએ.
By: ડૉ.મહેશ રાવલ on February 16, 2008
at 6:53 am
એમની મનોવ્યથાની ઝાંખી દર્શાવતી કેટલીક પંક્તિઓ
અભાગી લાશ રખડે જેમ જંગલમાં કફન માટે
વતનમાં એમ ભટકું છું શરણમાટે, જતન માટે
નથી આવ્યા અમે કેવળ અહિંયા પર્યટન માટે
વસાવ્યું છે વતન તો મરીશું પણ વતન માટે
અલવિદા રુસ્વા મઝલૂમી સાહેબ
By: shivshiva on February 16, 2008
at 7:46 am
gazal ni duniyani aa khsati apurniya che aamari divangat ne shraddhanjali
By: nareshchandra parekh on February 23, 2008
at 6:04 am