Posted by: aektinka | February 4, 2008

રાતની કાળી ડાળ પર_ આદિલ મન્સૂરી

chandb.jpg 

રાતની કાળી ડાળ પર

 

રાતની કાળી ડાળ પર ખીલ્યું
ચાંદનું ધોળું ફૂલ,
સ્વાસની સાથે ડોલી ઉઠે
વાદળ રેશમ ઝૂલ,
સાગર તીરે ટુંટિયું વાળી
સૂતી પીળી રેત
રેતના કણેકણમાં જાગે
કાળાં સૂરજ પ્રેત
જલપરીના સ્તનો વચ્ચે
બેસે ડોલે સાપ,
હાંફ ચડેલા દેહે જામ્યો
થાકનો મેલો કાંપ,
દેહના માંસલ આભથી ખરે
તારા વારંવાર,
કામનાના મેદાનમા ઘૂમે
કાળા ઘોડે સ્વાર.(સતત_90)

Leave a response

Your response:

Categories