Posted by: aektinka | January 26, 2008

રકત જેનું નિર્દોષ છે એને રોકો!_ આદિલ મન્સૂરી

blood2.jpg

રકત જેનું નિર્દોષ છે એને રોકો!

રકત જેનું નિર્દોષ છે ,
એને રોકો
એને કાળા સમાચારોનું
લાલ શિર્ષક બનાવો
પ્રથમ એને પર્વતનાં
પડ્છાયામાંથી બહાર કાઢો
એને પ્રથમ હરિયાળા
 નફરતના માર્ગો પર એકલું ચલાવો
તમોને શી પડી છે?
વાસ્તવિકતા જો જૂદી હોયતો
તમારેતો
તમારા છાપાંઓજ વેચવાનાં છેને ?
ચિત્રનાં પ્રાંગણમાં
બરફ પીગળે
હવા તંબુમાંથી હાથ બહાર કાઢે
પગરવ સૂંઘતું રીછ
 ડોક ઉઠાવે
ક્ષિતિજ થી ક્ષિતિજ સુધી
 બરફ પીગળતો રહે
આ સૂરજ
કયાંક રકતમાં ખોવાઇ ન જાય
 ક્ષિતિજ પર
 નવો શેરપા સ્મિત વેરે .

((‘હશ્ર કી સુબ્હ દરખશાં હો….’ઉર્દૂ ના સૌજન્યથી અનુ.વફા)

Leave a response

Your response:

Categories