Posted by: aektinka | January 24, 2008

ગગન વિના – ‘આદિલ’ મન્સૂરી

sky.jpgsky.jpg 

ગગન વિના

મારા જીવનની વાત, ને તારા જીવન વિના,
ધરતીની કલ્પના નહીં આવે ગગન વિના.

ઉન્નત બની શકાય છે ક્યારે પતન વિના?
મસ્તક બુલંદ થઇ નથી શકતું નમન વિના.

વીજળીની સાથે સાથે જરુરી છે મેઘ પણ,
હસવામાં કંઇ મજા નહીં આવે રૂદન વિના.

કરતા રહે છે પીઠની પાછળ સદા પ્રહાર,
એ બીજું કોણ હોઇ શકે છે સ્વજન વિના?

આંસુઓ માટે કોઇનો પાલવ તો જોઇએ,
તારાઓ લઇને શું કરું ‘આદિલ’ ગગન વિના?


Responses

  1. બહુ જ ભાવવાહી રચના. એકે એક શેર ચોટદાર છે.

  2. વીજળીની સાથે સાથે જરુરી છે મેઘ પણ,
    હસવામાં કંઇ મજા નહીં આવે રૂદન વિના.

    સુંદર વાત!

  3. ‘ BEAUTIFUL’
    તમારી ગઝલ વાંચી ને થયો ખૂબ આનંદ
    માત્ર કાળા જોઈ આવે ના મઝા મિલન વિના

  4. good

  5. મારા જીવનની વાત, ને તારા જીવન વિના,
    ધરતીની કલ્પના નહીં આવે ગગન વિના.

    બહુ જ ભાવવાહી રચના. એકે એક શેર ચોટદાર છે.

  6. every cloud has a golden line. Really this is the colourful life

  7. best


Leave a response

Your response:

Categories