Posted by: aektinka | January 22, 2008

ફૉકલેંડ રોડ_જનાબ આદિલ મન્સૂરી

highrise-ofbombay.jpg 

ફૉકલેંડ રોડ

સડીગયેલી રકત ની નહેરો
માંસ નું અગ્નિતાંડવ રચિત એક નગર
ભૂળા અંગોથી ઉભરાતું વાસનાનું વિષ
પથારીઓ પર તૂટતી લહેજ્તોની ક્ષણો
મૃત્યુના હૉઠો પર શ્યામ સ્મિત

મરીન ડ્રાઈવ

નગરજનોથી તંગ આવીને
શોરબકોરથી પીછો છોડાવીને
ઉઁચી ઊઁચી ઈમારતો
આત્મહત્યા કરવા માટે
કતાર બ કતાર દરિયા કિનારે
કયારની આવીને ઉભી છે,

રાત્રિ

રાત્રે ચોપાટીની ઠંડી રેતી પર
વાસનાઓના ઉષ્ણ પડછાયા પોઢી ગયા
આનઁદ ના જંગલોમાં ખોવાઈ ગયા

_આદિલ મન્સૂરી

(જનાબ આદિલ મન્સૂરી સાહેબની આઝાદ ઉર્દુ નઝ્મોનો અનુવાદ_વફા
ઉર્દૂ કાવ્ય સંગ્રહ હશ્રકી સુબહે દરખ્શાં હો……માંથી સાભાર)

Leave a response

Your response:

Categories