ભીંત ઉપર
ભીંત ઉપર
ચકલી બેઠી
ને સૂરજ સરક્યો,
બારીના
સળિયાઓ તોડી
તડકો થરક્યો,
કેલેન્ડરના પાને પાને
સ્પર્શ સમયનો,
ભીત ઉપર
પડછાયો ડોલે
વધતી વયનો.
ચાની ઉડતી વરાળમાં
મછલીઓ તરતી,
સૂરજનો માળો છોડીને
ચકલી ભીંતે પાછી ફરતી.
(‘સતત’ 1970 પાન.નં.67 ના સૌજન્યથી)
Posted in અછાંદસ