શ્રી આદિલ મન્સૂરી_શમસુરરેહમાન ફારૂકી
આદિલ મન્સૂરીને આપણા યુગનાં સૌથી વધુ તાજગી ભર્યા અને સૌથી વધુ પ્રગતિશીલ અને હિંમતવાન કવિ કહી શકાય છે. પાછલા ત્રીસ વર્ષોમાં એમણે આધુનિક નઝમ,આધુનિક ગઝલોની રંગોળીમાં નવા રંગો અને નવીનતમ શૈલીનો વધારો કર્યો છે.જયાં સુધી નઝ્મ ને લાગે વળગે છે ત્યાં સુધી એમની સામે (એમના તમામ સમકાલીનો ની સામે) મીરાજી,રાશીદ અને અખ્તરૂલ ઈમાન ના નમુનાંઓ પ્રાપ્ય હતા.એમને ખબર હતી. એમણે નવી યાત્રા ત્યાંથી શરૂ કરવાની છે,જ્યાં એ લોકોએ પૂર્ણાહુતિ કરી છે.પરંતુ આદિલનો કમાલ એ છે કે એમણે સભાન અથવા અભાન અવસ્થામાં એમને દૂર અને પાંસેના એવા ઝરણાઓનાં ઉંડા પાણીથી પોતાની નઝમોની સિંચાઈ કરી, જે બીજા ઉર્દૂ શાયરોના હાથવગી નહતી.ઉદાહરણ તરીકે એક તરફ એમણે ‘અને ફકત એમણેજ’ એવી નઝમો રચી,જે ને અતિવાસ્તવવાદ થી પ્રભાવિત વ્યક્તિવાદ સર્જન અથવા ભાવનાની સ્વાતંત્રિય અભિવ્ય્ક્તિ પર રચાયલી છે.એવું અનુમાન કરીશકાય.અને બીજી બાજુ એમના કલ્પન અને વિચારધારાના અમલથી‘ઈસ્લામી ધાર્મિક મંથન,ઈશારાઓ અને હિકાયતો પણ સમયાનુસાર એવી નઝમો માં દોડી આવેછે.જેનું સીધું મૂળ અતિવાસ્તવવાદની સ્વયંય સર્જિત કળામાંજ શોધી શકાય.
અને શ્રી આદિલ ની પાંસે એવી નઝમો પણ છે જેમાં અર્થઘટન અને વિષય વસ્તુથી આગળ જવાના પ્રયાસ અને કોયડાની જેમ અર્થ વિહિન લાગતા પણ અર્થસભર લખાણ સર્જેવાનો પ્રયત્ન દ્રષ્ટિ ગોચર થાય છે.અને એજ શ્રી આદિલ મન્રી કદી કદી બિલકુલ સહજતાથી વકતવ્ય અને અંગત મંતવ્યો અને સામાજિક મંતવ્યોથી ભરેલ નઝમો પણ સર્જી દે છે.અને મઝાની વાત તો એછે કે આવી રચનાઓમાં પણ શબ્દોની પસંદગી અને ગુંથણી અને તિરોધાન ની બેબાકી એમાં ભરેલી હોય છે,જે એમની ગૂઢતા સભર નઝમો ની વિશિષ્ટા છે.
ગઝલનો વિષય જરા વધુ વૈચિત્ર્ય ધરાવતો હતો.સલીમ અહમદ,.મોહંમદ અલ્વી,ઝફર ઈકબાલના દ્રષ્ટાંતો હતાં.પરંતુ શ્રી આદિલ મન્સુરી ગઝ્લના આ પ્રવર્તનન ઢાંચા પર જે પ્રહાર કરવા માંગતા હતા,એમના માટે આ દ્રષ્ટાંતો પુરતા નહતાં.ત્યાં શ્રી આદિલને ચિત્રાંકન કરનારી આંખ કામે લાગી. આદિલે જ્યારથી ગઝલ રચવાનું શરૂં કયું તે પછી ની દૂનિયા ઘણી બદલાય ગઇ છે,એમનું નામ નવીનતા ના ભેખધારીઓમાં પ્રથમ હરોળમાં પ્રથમથીજ લેવાય રહ્યું છે.બદલાય રહેલા વિશ્વનું સંવેદન એમના કાવ્યોમાં મૂર્ત થાય છે.પરંતુ આધુનિકતાના મૂળભુત સિધ્ધાંતો એટલે પ્રયોગોથી લગાવ,ભાષાના વિષયમાં સાદગી અને સંસ્કારિક વલણ, ઉપમાઓ અને પરિવેશમાં નિડરતા અને અર્થોના સીંમાડાઓને ઓળંગીજવાનો પ્રયત્ન.જેથી અર્થઘટન ના અર્થઘટન સુધી પહોંચી શકાય.એમનાં આ ગુણધર્મો હજી પણ ભૂતપૂર્વ ખૂબી અને ચેતનાની સાથે અસ્તિત્વ ધરાવે છે. મને આશા છે કે આ એમનો પહેલો ગ્રંથ ભવિષ્યમા પ્રકાશિત થનાર બીજા ગ્રંથની ખૂશખબરી આપી રહ્યો છે.અને આ ગ્રંથ આ સદીના(20 મી)આખરી દાયકાનો અતિ મહત્વ ગ્રંથોમાં સ્થાન પામશે
(“હશ્રકી સુબ્હ દરખશાં હો” શમસુરરેહમાન ફારૂકી_ઉર્દુના નામાંકિત લેખક.પત્રકાર, નવલકથાકાર,કવિ અને વિવેચક’ઉર્દુ સામાયિક ‘શબખૂન’નાં તંત્રી.જેમને હલમાંજ હરિયાણા રાજ્યે એમની સાહિત્યસેવા અને નવલકથા ‘કઈ ચાંદ સરે આસ્માં’ માટે એવોર્ડ આપ્યો છે.એમણે જે પણ કહ્યું છે એ એમના ગુજરાતી સર્જન માટે સવાયી રીતે કહી શકાય)